sgpariksha@gmail.com
અધ્યક્ષ
।। संस्कृतभारतम् ।। ।। समर्थभारतम् ।।
संस्कृतभारती-प्रेरिता
संस्कृतगौरवपरीक्षा
‘पाणिनीयम्’15, कल्याणबाग, बलियाकाकामार्ग , कांकरिया, कर्णावती (
गुजरातम् )
दूरवाणी – 079-25384808
દિનાંક – 10/06/2018
આત્મીય શ્રી,
સાદર વંદન.
સુવિદિત છે કે સંસ્કૃતભારતી એક સામાજિક સંગઠન છે, જે સંસ્કૃતના પ્રચાર-પ્રસાર માટે અનેક વર્ષોથી કાર્યરત છે. સંસ્કૃતભારતી સમગ્ર દેશમાં અને
વૈશ્વિક સ્તરે ૨૧ દેશોમાં સંસ્કૃત-સંલગ્ન વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સંસ્કૃતભાષાના
સંવર્ધન અને સંરક્ષણનું કાર્ય કરે છે. તે અંતર્ગત સંસ્કૃતભાષાની સરળતા અને
માધુર્યતાનો પરિચય થાય તે માટે સમગ્ર દેશમાં “સંસ્કૃતગૌરવપરીક્ષા” નો
પ્રકલ્પ ચાલી રહ્યો છે. ગુજરાતમાં પણ આ પરીક્ષાનું કાર્ય અમદાવાદથી ચાલી રહ્યું
છે.
“સંસ્કૃતગૌરવપરીક્ષા”
પ્રતિ વર્ષ ચાર વિભાગોમાં લેવાય છે અને આજ સુધી દોઢ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આ
પરીક્ષામાં સફળતા મેળવી પ્રમાણપત્રો પ્રાપ્ત કરી ચૂક્યા છે.
આપ અને આપની સંસ્થા સંસ્કૃત
અનુરાગી છે. માટે આપની સંસ્થામાં સંસ્કૃતગૌરવપરીક્ષા કેન્દ્ર શરૂ કરી
આપ પણ સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસારમાં યોગદાન આપી શકો છો. આ જ્ઞાનયજ્ઞમાં
આપના વિદ્યાર્થીઓને જોડી આપ સંસ્કૃત અને સંસ્કૃતિના સંવર્ધન માટે આ પ્રકલ્પ દ્વારા
બાળકોમાં સંસ્કારના વાવેતર માટે નિમિત્ત બનો એવી આશા રાખીએ છીએ.
સંસ્કૃતગૌરવપરીક્ષા સંબંધી
સંપૂર્ણ માહિતી પત્ર આપના સહયોગની અપેક્ષા સાથે મોકલું છું.
સંપર્ક - નૈતિક
પ્રજાપતિ
દૂરભાષ – ૦૭૯ ૨૫૩૮૪૮૦૮
(મનોજભાઈ ઉપાધ્યાય)
અધ્યક્ષ
સંસ્કૃતગૌરવપરીક્ષા,ગુજરાત
Comments
Post a Comment